સમજણ એટલી તો આપજે, કે સમજી શકું તને,
સમજી શકીશ હું સુખ-દુઃખને, જો સમજી શકું તને,
શુધી એટલી તો આપજે, કે શોધી શકું તને,
શોધી શકીશ હું સત્યને, જો શોધી શકું તને,
ચાહના એટલી તો આપજે, કે ચાહી શકું તને,
ચાહી શકીશ હું શત્રુને, જો ચાહી શકું તને,
ઓળખ એટલી તો આપજે, કે ઓળખી શકું તને,
ઓળખી શકીશ હું જાતને, જો ઓળખી શકું તને,
સંમોહન એટલું તો આપજે, કે મોહી શકું તને,
મોહી શકીશ હું સજજનો, જો મોહી શકું તને,
પાત્રતા એટલી તો આપજે, કે પામી શકું તને,
પામી શકીશ હું સર્વસ્વ છે, જો પામી શકું તને,
સૃજન એટલું તો આપજે, કે લખી શકું તને,
લખી શકીશ હું “કાચબો”, જો લખી શકું તને.
– ૧૮/૦૭/૨૦૨૧