આબેહૂબ

You are currently viewing આબેહૂબ

હા અદ્દલ એવો જ છું હું, કે જેવો તેં માંગેલો,
થઇ ગ્યો છું હૂબહૂ એવો, કે જેવો તેં ધારેલો.

છૂટાયું નહિ મારાથી, આ તારા મોહ-પાશથી,
દોરો મજબૂત કેટલો, બાંધીને તેં રાખેલો.

થોભી ગ્યો એજ જગ્યાએ, ત્યાંથી હાલ્યો પણ નથી,
પકડીને હાથ મારો, જોરથી તેં દાબેલો.

થઇ જ ના શક્યો, હું તારી કલ્પનાથી પર,
સંકલ્પ દ્રઢ કેટલો, કરીને તેં રાખેલો.

ચાલ્યા હું કર્યો, એના પર નીચું જોઈને,
રસ્તો સુંદર આ કેટલો, માપીને તેં આપેલો.

નક્કી ત્યારે જ થઇ ગયું, કે છે ચાલવાનો તારો જ,
સિક્કો શ્રદ્ધાથી કેટલો, પેટીમાં તેં નાંખેલો.

મધુરો એટલોજ છું, આજે પણ હું, “કાચબા”,
આંખ મીંચીને એકવાર, હોઠોંથી તેં ચાખેલો.

– ૨૬/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply