આભાસી પ્રતિબિંબ

You are currently viewing આભાસી પ્રતિબિંબ

અરીસો જો વાસ્તવિક, ચેહરો બતાવી દેત,
તો દુનિયા તો એને, ઢોલક બનાવી દેત,

વ્હાલથી એ ચમકાવે છે જેના ચેહરાને,
એનાં જ મ્હોં પર કાળું ચામડું ઓઢાડી દેત,

ઘસરકો પણ સ્હેજ જેને લાગવા દેતો નથી,
લાકડીએ લાકડીએ એ એને ફટકારી દેત,

ભુક્કો ભેગો કરીને જેને બનાવ્યો છે,
એ જ નાજુકનાં ભુક્કે ભુક્કા બોલાવી દેત,

વળી વળી ને જેને પૂછે છે કેવો દેખાઉં છું?
એ જ સહૃદય પાત્રનું અસ્તિત્વ મીટાવી દેત,

વાત જો ખાલી સત્ય બતાવવાની જ હોત તો,
સત્યને ખાતર તો પ્રાણોની બલી ચઢાવી દેત,

માણસ ને તું ક્યાં બરાબર ઓળખે “કાચબા”,
એ જો ઓળખાઈ જાત, તો નવો ઢોળ ચડાવી દેત.

– ૦૯/૦૭/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply