આડંબર

You are currently viewing આડંબર

એટલી જ ફિકર હોય, તો મળવા કેમ નથી આવતો?
લાગણી હોય તો, વ્યક્ત કરવા કેમ નથી આવતો?
દૂર બેસીને દિલાસા આપ્યાં કરે છે,
ઉભો થઈને ગળે, મળવા કેમ નથી આવતો?

ફેંસલો જ કરવો હોય, તો લડવા કેમ નથી આવતો?
ભૂલ-ચૂક થઇ હોય, તો વઢવા કેમ નથી આવતો?
ધીરે ધીરે કરીને હલાલ કર્યા કરે છે,
એક ઝાટકે બે કટકા, કરવાં કેમ નથી આવતો?

“તારી જ સાથે રહીશ”, તો રહેવા કેમ નથી આવતો?
“તને બધુંજ કહીશ”, તો કહેવા કેમ નથી આવતો?
જીભ તો કેવી ધારદાર છે “કાચબા”,
બેડીઓ મારાં પગમાં છે, કાપવાં કેમ નથી આવતો?

એટલી જ ફિકર હોય, તો મળવા કેમ નથી આવતો?

– ૨૯/૦૧/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. મનોજ

    khub j sundar rite haiyavaral thalvi, mari bahu fikar hoy to malva kem nathi aavto?