આંસુને હવે વહી જવા દે,
વાત આંખોને કહી જવા દે,
ખંજર તો કાઢીને ફેંકી દે જાતે,
ફાંસ ભલેને રહી જવા દે.
તૂટેલા હૈયાથી કોણ નથી રડતું?
જોતી હોય દુનિયા તો જોઈ જવા દે.
ફાટે જો વાદળ તો સર્જે તારાજી,
ધરતીને સાંબેલું સહી જવા દે.
ઈરાદો એણે પણ જાહેર કર્યા છે તો,
આર કે પાર હવે થઈ જવા દે.
પીંજરને રાખીને શું કરવું તારે?
એનું છે એને એ લઈ જવા દે.
દરિયો બૌ મોટો છે, ઘણાં મળશે “કાચબા”,
એળે આમ જીવતરને નહીં જવા દે. … આંસુને હવે૦
– ૧૮/૦૧/૨૦૨૨
ભાવવિભોર કરી દેતી કવિતા.
સાચી વેદનાને બરાબર રજૂ કરતી કવિતા.