મળવા આવશે, એ વિચારીને જ રોમાંચિત છું,
મહેફિલ જામશે, એ વિચારીને જ કદાચિત છું.
કરી નાંખું છું ના કરવાનું, તારી ખાતર, ઘણીવાર,
ઘેલો થી લઈને રીઢો જેવી ઉપમાઓથી અલંકૃત છું.
તારા સિવાય કોઈની પણ સામુ, જોતો પણ નથી,
અહંકારી ને અભિમાની જેવા નામોથી નામાંકિત છું
દરોડા પડે છે આયકર વિભાગના, હૃદય પર,
હૈસિયત કરતા મોટું રાખવાનાં ગુનામાં દોષિત છું.
હજારો અગરબત્તીઓ જાણે સળગે છે આસપાસ,
તમારા વિચારથીજ, ચંદનની જેમ સુવાસિત છું.
મૂર્તિ સમજીને લોકો પડી જાય છે ચરણોમાં,
‘અહીં બેસજો’ કહીને ગયેલાં, ત્યાં જ પ્રતિષ્ઠિત છું.
પ્રવેશતા પહેલાં આદરથી પ્રણામ કરે છે, નમીને,
શિવાલયે ભક્તોમાં, “કાચબા”ના નામે પ્રચલિત છું.
– ૦૫/૦૨/૨૦૨૧