આંસુ

You are currently viewing આંસુ

બે ટીપાંની, ગજબની રે઼લ,
બે જ મિનિટનો, સારો ખેલ,
ના કોઈ વાદળ, ના કોઈ વીજળી,
વિના ગરજ, બસ રેલમછેલ.

પર્વત ઉતરે પશ્ચાતાપનો,
ખારાશ઼, સાથે ,ધોયે મેલ,
કેફ નીતરતી, હોય, નજર તો,
ભલ ભલાને ,કરતી જેલ. … બે ટીપાંની…

શાણા હોય, તે ઝટ માં સમજે,
કેવો, આખો, ખેલ રચેલ,
ચીકણા રસ્તે, સરકે એના,
મોટા મોટા, તોડે મહેલ… બે ટીપાંની…

ધોધમાર જો, થાય પ્રસંગે,
નાચે, મન, મૂકીને ઢેલ,
ક્યારી, કરીને, બગીચે વાળો,
“કાચબા”, પાંગરે, નાગર વેલ… બે ટીપાંની…

– ૦૮/૧૨/૨૦૨૦

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
0 0 votes
રેટિંગ
guest
0 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments