નવું નવું લાગવા માંડ્યું,
મનમાં કશુંક ચાલવા માંડ્યું,
વસમું એને લાગવા માંડ્યું,
યાદ કોઈ આવવા માંડ્યું.
હૈયું હવે ભરાવા માંડ્યું,
મન એનું અકળાવા લાગ્યું.
આંસુ આંખેથી સરવા માંડ્યું,
રડવું હવે આવવા માંડ્યું,
અતિત એણે ઝંઝોળવા માંડ્યું,
ખૂણેખૂણા ફંફોળવા માંડ્યું,
મળી ગયું એક ફૂલ ગુલાબી,
એની સાથે ચાલવા માંડ્યું.
એની યાદ માં ઝૂરવા માંડ્યું,
એની યાદોને ભૂલવા માંડ્યું,
યાદો માંથી શીખવા માંડ્યું,
યાદો સાથે જીવવા માંડ્યું.
“કાચબા” જીવનનું છેલ્લું ગુલાબ,
ધીમે ધીમે કરમાવા માંડ્યું,
થોડું થોડું કચડાવા માંડ્યું,
પણ સુગંધ એની પ્રસરાવા માંડ્યું.
– ૦૫/૦૩/૨૦૨૧