અડીખમ

You are currently viewing અડીખમ

પરીક્ષા તું પણ લેતો રહેજે,
હું પણ ઉતીર્ણ થતો રહીશ,
અઘરું અઘરું કરતો રહેજે,
હું, પણ, કાયમ હસતો રહીશ.

પડકાર તું પણ ફેંકતો રહેજે,
હું પણ એને ઝીલતો રહીશ,
પગથિયાં એમ તું કરતો રહેજે,
હું પણ ઉપર ચઢતો રહીશ. … પરીક્ષા૰

કોઠા તું પણ ગૂંથતો રહેજે,
હું પણ બ્હાર નીકળતો રહીશ,
ધરમના રસ્તે ચાલતો રહેજે,
હું પણ સામે મળતો રહીશ. … પરીક્ષા૦

તાપ તું પણ રાખતો રહેજે,
હું પણ પરસેવો પાડતો રહીશ,
રસ્તો ઉજળો કરતો રહેજે,
હું પણ “કાચબો” ચાલતો રહીશ. … પરીક્ષા૰

– ૧૧/૧૧/૨૦૨૧

[તારાં દ્વારા કરાયેલી આટઆટલી પરીક્ષાઓ પછી પણ, જો હું “અડીખમ” ઉભો છું. હવે કોઈ પણ પડકારથી હું ડરવાનો નથી. તુું જેમ જેમ તારાં પડકારોનું સ્તર વધારતો જશે એમ એમ હું મારાં પ્રતિકારનું સ્તર વધારતો જઈશ, ડગું નહીં…]

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
4.3 6 votes
રેટિંગ
guest
4 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments
યક્ષિતા પટેલ
યક્ષિતા પટેલ
09-Jan-22 2:06 pm

ખૂબ ખૂબ સરસ રચના..

ધરમના માર્ગે ચાલતો રહેજે
હું પણ સામે મળતો રહીશ

તાપ તું પણ રાખતો રહેજે
હું પણ પરસેવો પાડતો રહીશ… સુપર

Ishwar panchal
Ishwar panchal
05-Jan-22 7:52 pm

પૂર્વ તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા છો. અને મુલબલો રસાકસી નો છે.કલમ ચલાવો છો જેમ કે સાગરના
મોટી જેવી રચના.

Niks
Niks
05-Jan-22 11:16 am

વાહ ઉત્તમ રચના તું તારી પરીક્ષા લેતો રહેજે હું ઉત્તીર્ણ થતો રહીશ

મનોજ
મનોજ
05-Jan-22 8:06 am

ખૂબ ખૂબ ઉમદા સંદેશ આપતું કાવ્ય ગીત…. જેટલી અઘરી કસોટી હશે એટલાં જુસ્સાથી પાર પાડીશ..👍🏻👍🏻