દૂધમાંથી દહીં થાય,
દહીંનું દૂધ નહીં થાય,
ખટાશ એકવાર પડે સંબંધમાં,
મીઠો ફરી એ નહીં થાય.
કાચી કેરી પડી જાય,
રંગ પીળો ચડી જાય,
પાક્યા સુધી ખરે નહીં તો,
ખરીને તરત સડી જાય.
માટી ચાક પર ચઢી જાય,
ઢાળો એમ ઢળી જાય,
ઘડો એકવાર થયો “કાચબા”
ગોબો કાયમી પડી જાય.
– ૧૧/૦૮/૨૦૨૧
વાહ…વાહ…ખૂબ જ અર્થ સભર..
વાસ્તવિક રજૂઆત 👌✍️
સાચી વાત સબંધ માં એકવાર ખટાશ પડે પછી એમાં પહેલા જેવી મીઠાસ ના રહે .
ખુબ જ સુંદર તે અર્થસભર રચના .
👌👌👌👌👌
ખૂબ વિશાળ અર્થ નું સક્સિપ્ત માં રૂપ આપ્યું,
અદભુત રચના.
ખૂબ સુંદર રજૂઆત