અગત્યનું શું છે?

You are currently viewing અગત્યનું શું છે?

વહેવારે જે થાતું હોય એ આપી દઈશું,
એમ કરીને એમનુંય પાણી માપી લઈશું.

સોથી ઉંચા સંબંધો સાચવતાં આવડે,
રાજી રહે તો કાળજુ થોડું કાપી દઈશું.

મનથી પણ મેં તો એમને મારા માન્યા છે,
એકતરફી હો તો પણ, મૂર્તિ સ્થાપી દઈશું.

થોડું અમથું છોડું તો નુકશાન નથી બહુ,
આપી દઈને છાતી સરસો ચાંપી દઈશું.

ઝાળ બળે છે અંદર, જોઈ ઉપેક્ષા એમની,
પાસે બેઠા છે સમજીને તાપી લઈશું.

શું લઈ લેશે? બે-ત્રણ ટુકડા કાગળનાં, બસ!
પરસેવો પાડીને થોડાં છાપી લઈશું.

નીંદા કરવા જ યાદ કરે છે તોયે શું છે?
એમ કરી જીવનમાં એમનાં વ્યાપી જઈશું.

– ૦૧/૧૦/૨૦૨૩

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
Subscribe
Notify of
guest
8 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments
ચેતના નરેન્દ્ર મોમાયા
ચેતના નરેન્દ્ર મોમાયા
11-Oct-23 7:42 PM

ખુબ સરસ રચના

વંદના પટેલ
વંદના પટેલ
09-Oct-23 8:56 AM

ખૂબ ખૂબ સરસ વ્યથા અને શબ્દોની વ્યવસ્થા

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી
02-Oct-23 5:12 PM

કોઈની પત્ની છૂટાછેડા લેવા માગે, ત્યાર ની વ્યથા દર્શાવતું સરસ કાવ્ય છે.

શિતલ માલાણી 'સહજ '
શિતલ માલાણી 'સહજ '
02-Oct-23 11:32 AM

Mind blowing

સુંદર ભાઈ
સુંદર ભાઈ
02-Oct-23 10:34 AM

ખૂબ સરસ છે

અલ્પા મહેતા
અલ્પા મહેતા
02-Oct-23 10:14 AM

મસ્ત

અમિતા પટેલ
અમિતા પટેલ
02-Oct-23 9:56 AM

અરે કાચબા ભાઈ, આટલા નિસ્વાર્થ ના બનો
પેલો કહેશે

આ સામે છે કોક ભોળિયો, ધરી દે છે એનું સર્વસ્વ,
એને કંઈ ગુમાવ્યું નાં લાગે, તો બધું એનું ધાપી લઈશું.

Pravina sakhiya
Pravina sakhiya
02-Oct-23 9:27 AM

વાહ…વાહ…કાચબાભાઈ…
હંમેશની જેમ દરેક શેર લાજવાબ…
લાગણીસભર…👌✍️