દાખલો બેસાડી ગયેલાં, અહીંયા, દાખલા ઘણાં છે,
દાખલો થઈ ગયેલાં, અહીંયા, દાખલા ઘણાં છે.
વ્યવસ્થા બદલી નાંખી, કોઈએ પડકારો ઝીલીને,
વ્યવસ્થિત થઇ ગયેલા, અહીંયા, દાખલ ઘણાં છે.
સર કર્યા છે શિખરો, કોઈએ, વાદળાંથી પાર,
ફુગ્ગો થઈ ફૂટી ગયેલા, અહીંયા, દાખલ ઘણાં છે.
ઉકરડા ઉભરાય કેટલાં, સડેલી રોટલીઓથી,
ખાલી પેટ લઈ સુતેલા, અહીંયા, દાખલ ઘણાં છે.
ઊંઘી જાય છે રોટલાં, ફુટપાટ ના, પથ્થર ઉપર,
ઘેનની ગોળી લેતા, પીત્ઝા ના, દાખલ ઘણાં છે.
ફોરમ્યા રંગીન પુષ્પો, રણમાં નફ્ફટ એ થોરને,
ગુલાબને ડાળે કાંટાળા, અહીંયા, દાખલ ઘણાં છે.
ભૂવો થઈ ગયાં “કાચબા”, માથેથી ભૂત ઉતારતા –
ભૂતપૂર્વ થઈ ગયેલાં, અહીંયા દાખલા ઘણાં છે.
– ૧૦/૦૨/૨૦૨૧