અહમ્ સર્વસ્વં

You are currently viewing અહમ્ સર્વસ્વં

કક્કો તારો ખરો કે મારો,
એમાં જ વીત્યો જન્મારો,
ખબર પડે શું ખોયું-પાયું,
કરવાં જો બેસ્યે, સરવાળો,

વાંક કોઈ ને કોઈનો રેવાનો,
આજ તારો, કાલ મારો,
હરતાં ફરતાં કરતાં આવ્યા,
રસ્તે કાંકરીચાળો,

દાટી દેવાનું દૂર રહ્યું,
ખોલીને બેઠા પેટારો,
અન્યની પ્રગતિ જોઈને,
લોહી શાને ઉકાળો,

“કાચબા” સત્ય એટલું,
ઠાંસી મનમાં ઉતારો,
‘હું’કારો જતો કરો, ને
મનનો મેલ ઉતારો.

– ૩૦/૦૫/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply