અજંપો

You are currently viewing અજંપો

સોનેરી સફર હશે,
તું હમસફર હશે,
શ્વેત તળ પડાવ હશે,
કૂદરત નો ખોળો હશે,
મનોરમ્ય દ્રશ્ય હશે,
શીતળ પવન હશે,
ગુલાબી સુગંધ હશે,
નિરવ શાંતિ હશે,
જંખેલું એકાંત હશે,
આંખોમાં સપના હશે,
ટોળે જે વળતા હશે,
પુરા જે થતાં હશે,
મનમાં ઉલાળા હશે,
આંખોના ચાળા હશે,
તારા પર નજર હશે,
મારા પર અસર હશે,
હાથમાં પછી હાથ હશે,
બારી પાસે સાથ હશે,
બહાર કાળી રાત હશે,
ચાંદની પથરાતી હશે,
તારાં ભેગી રમતી હશે,
અંદર બહાર એકાંત હશે,
હું હોઈશ ને તું હશે,
તું કંઈક કહેતી હશે,
આછો આછો પ્રકાશ હશે,
એકમેક નો સાથ હશે,

બધું બરાબર ગોઠવાઈ ગયું છે,
તોયે ખબર નહીં “કાચબા”,
મનમાં શું અજંપો છે?

– ૨૪/૦૨/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply