અનિંદ્રા

You are currently viewing અનિંદ્રા

ખબર નહીં ઊંઘ કેમ આવતી નથી,
તું તો મારી સાથે જ છે.

ચિંતા મને તો શું હોય, શાની?
તું તો મારી સાથે જ છે.

અછત મને શીદ હોય કશાની,
તું તો મારી સાથે જ છે.

ભરવો કયો હવે હોય ખજાનો,
તું તો મારી સાથે જ છે.

દ્વેષ શું કામ હોય બીજાનો,
તું તો મારી સાથે જ છે.

ઉજાગરો શાને કરવાનો,
તું તો મારી સાથે જ છે.

થાક તો “કાચબા” શીદ લાગવાનો,
તું તો મારી સાથે જ છે.

(તોયે)
ખબર નહીં કેમ, ઊંઘ આવતી નથી?

– ૨૭/૦૨/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply