અથાગ સાગર, નીરવ શાંતિ, મેશ આકાશ,
અને અંદર એકાંત, કોરી ખાય છે.
સુમસાન રસ્તો, ચિરતો સન્નાટો, ઠંડો સુસવાટો,
અને લાંબો પડછાયો, ધ્યાન દોરી જાય છે.
રડતા કુતરા, પડતા પથરા, ઉડતા છતરા,
અને આંખે ઉજાગરા, ઘોરી જાય છે.
ઘોર અંધારા, મનમાં ઉલાળા, વાગે નગારા,
અને “કાચબા” ઉપાધિ, વ્હોરી જાય છે.
– ૨૮/૧૧/૨૦૨૦
એકદમ ભયાનક અને રૂંવાડા ઉભા કરી દે એવું દ્રશ્ય ખડું કર્યું….👍👍👍