અંગત

You are currently viewing અંગત

અમારાં જ અમને નડી ગયાં,
થાંભલો ખોડી અડી ગયાં,

તિલક અમારું લઈને, ગાલે –
લાલી અમને જડી ગયાં.

આપ્યાં એમને આંગણે ઢોલીયાં,
રસ્તે આડા પડી ગયાં.

ચરણે પડ્યાં વંદન કરવાં,
પગ મૂકીને ચડી ગયાં.

છાંયો અમને કરતાં કરતાં,
સૂરજ અમારો ગળી ગયાં.

પાંદડા લીલા જોઈને ડાળે,
ઘાસનાં પુડા બળી ગયાં.

રોકી રાખ્યાં વાડે અમને,
પાકે પાકાં સડી ગયાં.

ભીડમાં જેની જરૂર હતી, એ –
ભીડની ભેગા ભળી ગયાં.

પ્રહાર પીઠ પર થયો તો “કાચબા”,
ખભા આપોઆપ ઢળી ગયાં… અમારાં જ૦

– ૩૦/૧૧/૨૦૨૧

[જેના જીવનમાં આનંદ ભરવા ઘસાઈ જઈએ, જેની આગતાસ્વાગતા માં ઘેલાં થઈ જઈએ, જેના પર જીવ જેટલો વિશ્વાસ મૂકી દઈએ, એવી કોઈ “અંગત” વ્યક્તિ જ્યારે દગો દઈ જાય તો કેવી હાલત થાય, બોલો….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 3 Comments

 1. Ishwar panchal

  ખુબ સરસ દમદાર કવિતા.

 2. રાકેશ પટેલ

  વાહ મિત્ર ભીડમાં જેની જરૂર હતી એ ભીડભેળા ભળી ગયા બેહદ લાજવાબ અને બંધબેસતા શબ્દો દ્વારા અંત્યંત હ્રદય દ્રાવક રચના ❤️❤️❤️

 3. રાકેશ પટેલ

  વાહ… મિત્ર અંત્યંત હ્રદય દ્રાવક રચના
  બેહદ લાજવાબ રચના એકદમ બંધબેસતા શબ્દો દ્વારા ❤️❤️❤️❤️