અનિયંત્રિત

You are currently viewing અનિયંત્રિત

ચમકારો એક તો મળી ગયો જ છે,
અંગારો શ્વાસમાં ઠરી ગયો જ છે,
અચાનક જ અંધારે લાગી એવી ઠોકર, કે-
અંદરથી થોડો તો હલી ગયો જ છે.

ગફલત અજાણતાં કરી ગયો જ છે,
ઊંચે આકાશમાં ચઢી ગયો જ છે,
દોરી જણાતી નથી એને કોઈ બાંધતી,
ફુગ્ગો એ દેખીતો ભરી ગયો જ છે.

સફળતાથી મારગ મળી ગયો જ છે,
સ્વાદ એનો દાઢમાં રહી ગયો જ છે,
વિશ્વાસ-આત્મ “કાચબા” એવો તો આવી ગયો,
અતિ તારાં મિજાજમાં ભળી ગયો જ છે.

– ૧૦/૦૧/૨૦૨૨

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. Ishwar panchal

    ખુબ સરસ કવિતા.સાથે સમજવા જેવો અર્થ.