અણસાર

You are currently viewing અણસાર

ઈશારો એક જ વાર મળે,
એને સમજી જવો પડે,
માયાવી ને બહુરૂપિયો,
પણ ઓળખી લેવો પડે.

નાના એવાં સંકેતો જઈ-
એક બિંદુમાં મળે,
સાંભળી લેવું છઠ્ઠીનું, કે-
પાંચ તો ઓછી પડે.

હોય પણ સંદેશ એવો કે-
તરત ના ઉતરે ગળે,
સમજે જે’એને શાનમાં,
એને એ “કાચબા” ફળે…. ઈશારો૦

– ૦૮/૦૪/૨૦૨૨

[ઘણીવાર કોઈ અણબનાવ બનતાં પહેલાં એનો એક “અણસાર” આપે છે. એને ઓળખવાનું જરા અઘરું હોય છે પણ જો સમજી જવાય તો કદાચ ટાળી શકાય છે…]

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
Subscribe
Notify of
guest
2 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments
Ashish
Ashish
05-Oct-22 10:24 PM

Good

Ishwar panchal
Ishwar panchal
04-Oct-22 6:13 PM

ખુબ ઉપયોગી વિચાર કવિએ કવિતાના માધ્યમ થી વ્યક્ત કર્યો.