વિચારતા વિચારતા, એક વિચાર આવે છે,
મગજનાં કયા ખૂણેથી એ ચિતાર આવે છે,
છુપાઈને કોણ બેઠું છે, મારી અંદર પેહલેથી,
આટલો જોરથી બહાર, જેનો અવાજ આવે છે.
મારા શબ્દોમાંથી જેની સુવાસ આવે છે,
મારા નયનોમાંથી જેનો ઉજાસ આવે છે,
હરકત ગમે તે થતી રહેતી હોય હાથેથી,
ટેરવે તો એનીજ ભીની નરમાશ આવે છે.
અંધારું જયારે પણ થાય, એનો હાથ આવે છે,
એકાંતને ગરમાવતો, રોચક સંવાદ આવે છે,
રસ્તો જો કાપવાનો થાય મારે એકલે હાથે,
સૌથી પહેલો ને છેલ્લો એનો જ સાથ આવે છે.
એકલો એકલો મથું, તો એની યાદ આવે છે,
સાથ તો ઘણા આવે, પણ એની બાદ આવે છે,
મૂંઝવણ જયારે જયારે આવે, જીવનમાં “કાચબા”
સૌથી પહેલો એ જ અજાણ્યાનો સાદ આવે છે.
– ૧૭/૧૨/૨૦૨૦