છે ભરોસો એટલો, ભૂલી નહીં શકો,
રહી શકો ભલે તમે, કહી નહીં શકો.
એ રીતે કરી જઈશ, પ્રહાર મારાં પ્રેમનો,
હસી નહીં શકો તમે, રડી નહીં શકો.
ખોટ મારા સ્નેહની, ભરી નહીં શકો,
ડૂબી ગયા તમે હવે, તરી નહીં શકો,
ચાલી ગયા છો એટલાં, સુદુર રસ્તે નેહના,
વળી નહીં શકો કશું, કરી નહીં શકો.
હાથે લખેલાં નામને, ભૂંસી નહીં શકો,
ઘસી નહીં શકો એને, લૂંછી નહીં શકો,
ફસી ગયા છો જાળમાં, અજાણતાં એવી રીતે,
તોડી નહીં શકો એને, છોડી નહીં શકો.
પીગળી ગયાં પછી, ઠરી નહીં શકો,
ખાલી થયેલા હાથને, ભરી નહીં શકો,
આવી ગયા છો એટલાં, નજીક મારાં હોઠ થી,
ના જઈશ તું “કાચબા”, કહી નહીં શકો.
– ૦૪/૦૬/૨૦૨૧

ડૂબી ગયા હવે તરી નહી શકો 👌👌👌👌
લાજવાબ રજુવાત 👌👌👌