રસ્તાં બદલી નાંખ્યાં,
લક્ષ્ય એક જ રાખ્યું,
તારા બદલી નાંખ્યાં,
ભાગ્ય એક જ રાખ્યું,
પત્થર બદલી નાંખ્યાં,
મંદિર એક જ રાખ્યું,
વાઘા બદલી નાંખ્યાં,
મ્હાયલું એક જ રાખ્યું,
માથા બદલી નાંખ્યાં,
ખિતાબ એક જ રાખ્યું,
રાજા બદલી નાંખ્યાં,
રાજ્ય એક જ રાખ્યું,
કાટલાં બદલી નાંખ્યાં,
ત્રાજવું એક જ રાખ્યું,
ઓટલાં બદલી નાંખ્યાં,
ભજન એક જ રાખ્યું,
છાપરાં બદલી નાંખ્યાં,
મુકામ એક જ રાખ્યું.
તાળાં બદલી નાંખ્યાં,
બારણું એક જ રાખ્યું,
પાત્રો બદલી નાંખ્યાં,
પાણી એક જ રાખ્યું
અરીસા બદ્લ્યાં “કાચબા”
સત્ય એક જ રાખ્યું.
૦૨/૦૪/૨૦૨૧