અતિ સર્વત્ર વર્જયેત

You are currently viewing અતિ સર્વત્ર વર્જયેત

અંદર એટલાં પણ નહીં ઉતરીએ, કે ફસાઈ જઈએ,
બહાર એટલાં પણ નહીં નીકળીએ, કે પંકાઈ જઈએ,

સીમાઓમાં રહેવું, ઘણી સારી વાત છે, પણ –
સીમાઓ એટલી પણ નહીં બાંધીએ, કે પુરાઈ જઈએ,

દુનિયા આખી જ એક રંગમંચ, એમાં બે મત નહીં, પણ
અભિનય એટલો પણ નહીં કરીએ, કે પકડાઈ જઈએ,

જીવન છે ત્યાં સુધી, સ્પર્ધા તો રહેવાની જ, પણ
દોટ એટલી પણ નહીં મુકીએ, કે ફસડાઇ જઈએ,

થોડું ઘણું હોય ત્યાં સુધી ઠીક છે, સહન કરીએ, પણ
ડૂમો એટલો પણ નહીં ભરીએ, કે ગુંગળાઈ જઈએ,

મળતાવડા સ્વભાવથી વધારે સારું તો શું હોય, પણ
સંબંધો એટલાં પણ નહીં બાંધીએ, કે ઘેરાઈ જઈએ,

સમય સાથે થોડો બદલાવ પણ જરૂરી છે “કાચબા”,
એકધારા એટલાં પણ નહીં થઈએ, કે ફેંકાઈ જઈએ.

– ૦૯/૧૦/૨૦૨૧

[સંબંધોમાં અમૂક નિયમો પાળવા જોઈએ અને થોડું થોડું કષ્ટ પણ સહન કરવું પડે તો કરી લેવું જોઈએ. પણ એ બધાની પણ હદ હોવી જોઈએ, એક હદથી બહાર પણ નિકટતા સારી નહીં, “અતિ સર્વત્ર વર્જયેત“…એક હદથી વધારે ખાંડ પણ શરીર માટે ઝેર છે…]

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
4.4 5 votes
રેટિંગ
guest
5 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments
સ્વાતિ શાહ
સ્વાતિ શાહ
02-Oct-22 2:21 pm

લાજવાબ 👌👌👌

Nita anand
Nita anand
07-Dec-21 11:58 pm

સમય સાથે બદલાવ જરૂરી છે પણ એકધારા એટલાંય ના થીએ કે ફેકાઈ જઈએ . વાહ ખૂબ જ સરસ સીખ આપતી અતિ ઉતમ રચના…
👌👌👌👌👌👌

Ishwar panchal
Ishwar panchal
07-Dec-21 8:08 pm

લક્ષમણરેખા……ક્યાં અટકવું તે જો સમજાય તો ઘણી સમસ્યા ટલી શકે છે.તમારી કવિતામાં હંમેશા
નવી સીખ હોય છે.

મનોજ
મનોજ
07-Dec-21 11:36 am

સમય સાથે બદલાતા રહીએ નહીં તો ફેંકાઈ જઈએ, સીમાઓ એટલી પણ નહિ બાંધીએ આપણા માટે કે આપણેજ એમાં બંધાઈ જઈએ…વાહ વાહ વાહ… શું વાત કરી છે કાચબાભાઈ …..👏👏👏

Kirti
Kirti
07-Dec-21 6:25 am

સત્ય.. વાત ને ખુબ સરસ રીતે પ્રસ્તુત કરી