ભીડ માં પણ અડગ રહ્યો,
ભીડથી અલગ રહ્યો.
ભય-પ્રલોભન બંને હતા સામે,
સ્થિતપ્રજ્ઞ રહ્યો, અચળ રહ્યો.
ચિતાર આવવા દીધો નહિ મનનો,
ચેહરો સ્થિર રહ્યો, અકળ રહ્યો.
ગણી લીધા સીમાડે વડ ને પીપળા,
અંધારે આગિયો રહ્યો, અભય રહ્યો.
જોતો રહ્યો વહીવટ અંધેર નગરીનો,
મૂંછમાં હસતો રહ્યો, અલગ રહ્યો.
વળગી રહ્યો એ એક શબ્દ ને,
શબ્દ ધ્યાનમાં રહ્યો, અમર રહ્યો.
ભીષ્મ રહ્યો “કાચબા” એક સિદ્ધાંત પર,
અગમ્ય રહ્યો, અજર રહ્યો.
– ૦૮/૦૧/૨૦૨૧