દૂરથી પણ જો તને મળી શકું,
ચોક્કસ તારાં દર્દની દવા કરી શકું,
ચશ્મા જો ઉતારે તું, વહેમી દુનિયાના,
આંખોથી તો અંદર હું ઊતરી શકું.
પીઠ ભલેને તું બતાવે, વાંધો નહીં,
શબ્દોથી પણ હૈયું તારું અડી શકું,
પુરુષ છું પથ્થર નથી, એટલું સમજ-
આંસુ વિનાય તારી સાથે રડી શકું.
જોયો એતો તેં મને દુનિયાની આગળ,
તારી આગળ નિઃસંકોચ વળી શકું.
એક તો અવસર ભાગ્ય પણ આપી શકે,
એટલી તો આશા તારી પાસે કરી શકું.
તૈયારી મળવાની તું બતાવે “કાચબા”,
યમ પાસેથી પણ હું પાછો ફરી શકું. …દૂરથી૦
– ૧૪/૦૨/૨૦૨૨
ખૂબ સરસ
અદભુત….
શબ્દો ના જાદુની શક્તિ.
Minnd blowing