બહાનુ

You are currently viewing બહાનુ

આવ્યો હતો અમસ્તો ફરવા,
સાચું કહું તો તને જ મળવા,

બેઠો બેઠો મુંઝાતો હતો,
મનમાં બૌ અકળાતો હતો,
વાયરો ટાઢો વાતો હતો,
વીજ ચમકારો થાતો હતો,

અમસ્તો જ પગ છૂટો કરવા,
સાચું કહું તો તને જ અડવા…

આવ્યો હતો… તને જ મળવા.

જાદુ તેં એવો કર્યો હતો,
આંખના ઈશારે છળ્યો હતો,
મદનો દરિયો ભર્યો હતો,
હું ચકડોળે ચઢ્યો હતો,

અમસ્તો જ હવાફેર કરવા,
“કાચબો”, તારા ખભે જ ઢળવા…

આવ્યો હતો…તને જ મળવા.

– ૨૭/૦૫/૨૦૨૧

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
0 0 votes
રેટિંગ
guest
0 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments