બહાર નીકળ

You are currently viewing બહાર નીકળ

સત્યની શોધમાં નીકળ,
આવીને ક્રોધમાં નીકળ,
ધોમધખે છે અંદર,
બળીને જ્યોતમાં નીકળ.

આવીને હોશમાં નીકળ,
ઉઠીને જોશમાં નીકળ,
બંધ કરીલે મુઠ્ઠી,
દોડીને ચોકમાં નીકળ.

કોઈને ટોક માં, નીકળ,
દરવાજા ઠોક માં, નીકળ,
હોય એટલો ડૂમો,
ભરીને ડોકમાં નીકળ.

રહે છે શોકમાં, નીકળ,
તું ચારે લોકમાં નીકળ,
ચાલ્યો જા અનંત સુધી,
સ્વયંને રોક માં, નીકળ.

વૈરાગી વેશમાં નીકળ,
બાંધેલા કેશમાં નીકળ,
ઉતારીને મેલાં ચોલા,
બર્ફીલા દેશમાં નીકળ.

રહે નહિ મોજમાં નીકળ,
મસ્તો ની ફોજમાં નીકળ,
ઉપાડી લે ઝંડો “કાચબા”,
સ્વયંની ખોજમાં નીકળ.

– ૨૪/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply