બાહુબલી

You are currently viewing બાહુબલી

શું સમજે છે તારા મનમાં,
ધારે એ તું કરી શકે?
ઈચ્છા થાય તો ઊંચકી લે, ને,
ઈચ્છા થાય તો મૂકી શકે? … શું સમજે છે?…

લેખા-જોખા હાથમાં છે તો,
ફાવે એવું લખી શકે?
ખાનાં પાડ્યા પત્રિકામાં,
ગમે એ નંગથી ભરી શકે? … શું સમજે છે?…

પરીક્ષા મારી કરવા ખાતર,
ધરમના નામે છળી શકે?
આંખે મારી પાટા વાળી,
બહેરૂપીયો થઇ મળી શકે? … શું સમજે છે?…

જોરે શક્તિના, કરગરવાને,
વિવશ તું કોઈનેય કરી શકે?
ગજું “કાચબા”નું કાઈં નથી તે,
દીધાં વચનથી ફરી શકે? … શું સમજે છે?…

– ૨૬/૦૭/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. Shalu

    👌👌