બધી જ સમસ્યાઓનો તું એક ઉપાય હોઈ શકે, પણ એકમાત્ર નહીં,
બધી જ જંગોમાં તું એક સિપાઈ હોઈ શકે, પણ એકમાત્ર નહીં.
સુખ ને દુઃખનું સુમધુર સંગીત, કેવું સંભળાય દુનિયામાં,
અસંખ્ય હોઠોંનો તું એક ઉદ્દગાર હોઈ શકે, પણ એકમાત્ર નહીં.
અગણિત રસ્તાઓ દુનિયામાં પડ્યાં છે દરેક ગંતવ્ય કાજે,
એ દરેક રસ્તાનો તું એક પડાવ હોઈ શકે, પણ એકમાત્ર નહીં.
હાંસિલ કરવાને દુનિયામાં કેટલું બધું બાકી હશે શું ખબર?
બધાં નાં જ મનમાં તું એક વિચાર હોઈ શકે, પણ એકમાત્ર નહીં.
તું જેવો છે એવો શું કામ છે? ક્યારથી? કોને માટે? એમાંનો –
દરેકનાં મનમાં કોઈ એક સવાલ હોઈ શકે, પણ એકમાત્ર નહીં.
માથું ઊંચું રાખી તને ગમે તે પ્રશ્ન પૂછી શકું, ગમે ત્યારે,
એ પણ તારો કોઈ એક ઉપકાર હોઈ શકે, પણ એકમાત્ર નહીં.
થોડી ઘણી પ્રતીક્ષા હોય તો કરી લઉં, ઠીક છે તું મોટો છે,
માંગણહારો “કાચબો” તારે તો એકાદ હોઈ શકે, પણ એકમાત્ર નહીં.
– ૩૧/૦૧/૨૦૨૨
અદભુત, ખૂબ સરસ ભાવસભર રચના.જોશ ની કોઈ કમી નથી, આત્મવિશ્વાસ ભરપૂર અને આત્મસન્માન
હંમેશા હોયજ……..