હૈયાની વાત હોઠને નહીં ફાવી,
હોઠની વાત હૈયાને નહીં ફાવી.
આંખો તો ઘડીકમાં માની ગઈ,
શાલીનતા આંસુને નહીં ફાવી.
મળતે જો નજર તો વાત થઈ જતે,
અરજીઓ રસનાને* નહીં ફાવી.
બીડાઈ જાત હાથ પણ અદબમાં,
દુરીઓ ટેરવાં ને નહીં ફાવી.
દેકારા થયાં હશે છૂટવાના,
જોહુકમી પડદાને# નહીં ફાવી.
વર્ષો પછી તો માંડ મળ્યા’તા,
ખુષ્કી** હોઠોને નહીં ફાવી.
જામીન આપવાની “કાચબા”,
ઘમકી હૈયાને નહીં ફાવી.
– ૦૭/૦૧/૨૦૨૨
*રસના – જીભ, #કાનનો પડદો, **ખુષ્ક – સૂકી ચામડી ( સૂકા વાતાવરણમાં ચામડી સુકાઈ જવી તે)
ખુબ સરસ ભાવનાત્મક રચના.
Jabardast- Uttam Gujarati Sanskaran