માટીની મૂર્તિ જેવી સુકાય, કે તિરાડ પડે,
માટીની મૂર્તિ સહેજ પછડાય, કે તિરાડ પડે,
હસતાં હસતાં અવગણે, ક્ષમા કરીદે ભૂલોને,
માટીની મૂર્તિ રોષે ભરાય, કે તિરાડ પડે,
ઝૂકીને ચરણ સ્પર્શ કરે અને બેસી રહે,
માટીની મૂર્તિ મોટી થાય, તો તિરાડ પડે,
જેમ ચાલતું હોય એમ ચુપચાપ ચાલવા દે,
માટીની મૂર્તિ બોલતી થાય, તો તિરાડ પડે,
તાપ, દાબ, ચાંપ, બધું નિર્વિરોધ સહન કરે,
માટીની મૂર્તિ ઊંચી થાય, તો તિરાડ પડે,
માટીમાં પાછા ભળી જ જવાનું છે “કાચબા”,
માટીની મૂર્તિ વિસરી જાય, તો તિરાડ પડે.
– ૧૪/૦૯/૨૦૨૧
[માટીનું બનેલું આ શરીર અને શરીરમાં એક મન, એક હૃદય, એક સંવેદના…. બધું જ માટીનું, માટીની મૂર્તિ જેવું જ “બટકણું“, સ્હેજ પછડાય કે દબાણ આવે કે તરત તૂટીને ભુક્કો થઈ જાય….]
ખુબ જ સુંદર રચના
👌👌👌👌👌
✍…👏👏👏👏👏🙏
ખૂબ સરસ રચના.
માટીની મૂર્તિ અથડાઈ કે તિરાડ પડે
પડીયું રહ્યું અવધણ કે તિરાડ પડે
ખૂબ સરસ રજુઆત કરી માટીની મૂર્તિ થકી વાત કરી
ખુબ સરસ … માટીની મૂર્તિને માટીમાં જ ભળી જવાનું છે ….