બેકાર

You are currently viewing બેકાર

જરૂર પડે ને કામ ન આવે એ શું કામનું?
લીધાં જ કરીએ નામ જો તારું, શું કામનું?

જઈને બજારે વટાવી ના શકીએ તો,
મોટું આ તારું નામ અમારે શું કામનું?

પ્રણામય કરી લઉં જો તું કે઼ તો, પણ તું-
મારો જ થઈને માન મંગાવે તો શું કામનું?

મનની ગતિને પણ તું માત આપે, એવો ઝડપી,
આંસુ સરી ગ્યા પછી જો તું આવે, તો શું કામનું?

સર્વત્ર સર્વસ્વ નિર્ગુણ નિરાકાર, બધું ઠીક,
“કાચબો” પોકારે ને ખુલે ન બારણું, તો શું કામનું?

– ૨૭/૦૧/૨૦૨૨

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 2 Comments

  1. Ishwar panchal

    તમારી દરેક રચના કામની હોય છે, જેનો અમે ઉસ્સાભર્યો પ્રતિભાવ ન આપીએ તો વાચેલું સુ
    કામનું.

  2. Sandipsinh Gohil

    Aavi Rachna bane ane ame vakhan na karie to Mitrata Su kam ni…