શબ્દોથી વાર કહો કોણે કર્યા’તા?
વીરોને યુદ્ધમાં કોણે છળ્યા’તા?
શકુનીને એકલાને શું કામ વગોવો,
કપટ ક્યાં કાનુડાએ ઓછાં કર્યા’તા.
કાવા દાવા નારી સાથે કોણે કર્યા’તા?
જાહેરમાં ક્ષોભમાં કોણે મૂક્યાં’તા?
દુઃશાસન તો બંધાયેલો હતો માયામાં,
નદી કાંઠે ચીર કહો કોણે ચોર્યા’તા?
સંબંધ લોહીના “કાચબા” કોણે કાપ્યા’તા?
સગા સામું હથિયારો કોણે તાક્યા’તા?
ધરમને વળગી નહોતો શકતો દુર્યોધન..!!!
તો, મામા ને ભાણિયાને કોને માર્યા’તા?
– ૨૭/૧૦/૨૦૨૧
[એક બાજુ તો તમે શકુનીને કપટી કહો છો, દુઃશાસનને અધમી કહો છો અને દુર્યોધનને દુરાચારી, ને બીજી બાજુ કાનુડાને લાલો લાલો કરીને વધાવી લો છો…આવો કેવો ન્યાય તમારો? આતો સદંતર “બે મોઢાની વાત” થઈ….]
પ્રહારો એનાં હૈયાં પર ઓછાં પડ્યા’તા?
સ્નેહીઓ શું એનાં પણ ઓછાં મર્યા’તા?
સત્યના માર્ગે પડી કઠિનાઈઓ એને પણ,
ધારા ખરાં ધર્મનાં એણે જ તો પાડ્યા’તા.
– ૩૧/૧૨/૨૦૨૧
મહાભારત નાનપણ થી વાચતા આવ્યા છે, મને આજ
સુધી આ પ્રશ્ન નો જવાબ મર્યો નથી.તમારી કલમમાં
આટલી બધી સચ્ચાઈ હોય છે,જેનો મુકાબલો કરવો
મુશ્કિલ જ નહિ નામુમકીન પણ છે.
જોરદાર ચાબખા… કૃષ્ણને દોષ કેમ નહીં, કૌરવોને જ કેમ?