અજાણ્યા રસ્તે પણ કોઈ વાર જવું જોઈએ,
કેડીઓ પડે છે કઈ રીતે જોવું જોઈએ.
સુંદર કેટલું કર્યું છે સર્જન, સર્જનહારે,
એનાં સુંદર સાંનિધ્યમાં ખોવું જોઈએ.
સુંવાળો મખમલી સ્પર્શ કુણા ઘાસનો,
કશુંક ખૂટે છે, પગને પણ થવું જોઈએ.
ઘસીને ધાર કાઢતાં રહેવું જરૂરી છે,
મગજને કોયડું રોજ એક નવું જોઈએ.
આભાર પણ માન્યો નથી ભોમીયાઓનો,
તૈયાર ભણે જમીને થોડું લાજવું જોઈએ.
સમાજને પણ પાછું આપવું કે નહીં?
બીડું એકાદ તો જીવનમાં લેવું જોઈએ.
એનાં સુધી પહોંચવાનાં કેટલાં રસ્તાં, એ –
જાણવાનું પણ જુનૂન “કાચબા” હોવું જોઈએ. … અજાણ્યા૦
– ૦૮/૧૨/૨૦૨૧
[ક્યાં સુધી કોઈનાં ચીંધેલા માર્ગે ચાલ્યા કરશું? ક્યાં સુધી કોઈના દોરીસંચાર પર રહીશું? જ્યારે કોઈ માર્ગ બતાવનારૂ જ નહીં વધે ત્યારે શું કરીશું? કોઈ માર્ગ ભટકેલુ આવીને માર્ગ પૂછે ત્યારે શું કરશું? એટલે જ સમય અને શક્તિ હોય ત્યારે જ, જેમ “ભોમિયો” નવા નવા માર્ગો શોધતો રહે છે, એમ જીવન જીવવાની નવી નવી રીત શોધતાં રહેવું જોઇએ…]
અદભુત ……
તમારી કવિતામાં હંમેશા નવા વિચારો,નવી દિશા અને
જોશ હોય છે.
બેહદ ખૂબસૂરત અને લાજવાબ રચના ❤️💐❤️
વાહ… જીવન જીવવાની નવી દિશા બતાવી 👍🏻