ભ્રષ્ટ નહીં ભિન્ન

You are currently viewing ભ્રષ્ટ નહીં ભિન્ન

સહુ કોઈની અલગ અલગ માન્યતાઓ છે,
પણ એ સૌની પોતપોતાની વિશેષતાઓ છે.

કોઈ પોઢાડે, ભોગ ધરે, કોઈ ધ્યાન લગાવે છે,
પથ્થર અંદર પુરાયેલી આ ચેતનાઓ છે,

ભય કહો કે લોભ કહો, ધ્યાન, માન કે મોહ,
કોઈને માટે વેદ, તો કોઈની વેદનાઓ છે.

મને-ક઼મને કરે સહુ તોય, ખોટી બીજાની જ કહે,
સહુ કોઈની સરખી કેવી વિડંબણાઓ છે.

સવાલ નથી ખરાં-ખોટાં કે તર્ક-વિતર્ક નો અહીંયા,
વર્ષોથી એ સચવાયેલી સભ્યતાઓ છે.

નિરર્થક નથી એ સઘળું થોડું ધ્યાનથી જો,
તનને મનથી બાંધવાની એ યોજનાઓ છે.

ટોકીશ નહીં કોઈનીય માન્યતાને “કાચબા”,
ઉંડે સુધી ઘર કરેલી એ સંવેદનાઓ છે.

– ૧૬/૧૧/૨૦૨૧

[દુનિયામાં ઘણું બધું એવું છે કે જેને ખરાં-ખોટાં નાં નક્કર મથાળા મારી નહીં શકાય. એટલું સ્વીકાર કર કે જે વિચાર કે વ્યવસ્થા સાથે તું સહમત નથી એ “ભ્રષ્ટ” નથી, બસ તારાથી “ભિન્ન” છે, બે માં કોઈ ખરું-ખોટું કે ઉંચું-નીચું નથી….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 3 Comments

  1. યક્ષિતા પટેલ

    વાહહહ…બહુ જ સરસ રચના…ચેતનાઓ..વિશેષતાઓ, માન્યતાઓ…અને અંતે સંવેદનાઓ….👌👌👌👌👌

  2. Ishwar panchal

    સર્વ માન્ય વિચારો ……
    અદભુત.

  3. મનોજ

    ખૂબ સુંદર વિચાર, બધાં જ વિચારોનું સમ્માન કરવું 🙏🏻