બોલબચ્ચન

You are currently viewing બોલબચ્ચન

સલાહ આપવી છે, સહકાર નથી આપવો.
સાંત્વના આપવી છે, ઉપચાર નથી આપવો,

રસ્તો દુર્ગમ છે, ચેતવણી આપવી છે,
ધક્કો મારવો છે, ટેકો નથી આપવો.

સ્પર્ધા કરવી છે, ખેલદીલી રાખવી છે,
રોડા નાંખવાં છે, રસ્તો નથી આપવો.

ઇનામ ઉમદા છે, પ્રયત્ન કરવો છે,
જોડી કરવી છે, સાથ નથી આપવો.

લાડવો મોટો છે, કટકી કાઢવી છે,
ભાગલા કરવા છે, ભાગ નથી આપવો.

દુનિયાની રીત છે, “કાચબા” નિહિત છે,
આંગળી ચીંધવી છે, હાથ નથી આપવો.

– ૧૮/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply