ચાલવાનો

You are currently viewing ચાલવાનો

સંસારમાં રહીને શંકરને પામવાનો,
રસ્તો છે સાવ સહેલો, પડતાને ઝાલવાનો.

કૈલાશનાં શિખરની યાત્રા ઘણી કઠિન છે,
ચાલી નહીં શકો તો રસ્તો બતાવવાનો.

જેની ફળી તપસ્યા મૃત્યુ જ અઘરી માંગી,
એથી વિશેષ તું શું વરદાન માંગવાનો.

સહેલું નથી થવાનું સમશાનમાં અઘોરી,
ચિતા સળગતી રાખી, અગ્નિને ઠારવાનો.

ગંગાના નીર આઘા, ધોવાય ક્યારે પાપો,
સ્વીકારી, મ્હાંયલાને પળમાં પખાળવાનો.

મંથનનું ઝેર ભોળાએ પી લીધું છે પૂરું,
તારે તો બસ આ મનનાં અજગરને નાથવાનો.

– ૦૧/૦૩/૨૦૨૪

[અમદાવાદથી પ્રકાશિત દૈનિક ‘સનવિલા સમાચાર’ ના ૧૦/૦૩/૨૦૨૪ ના‌ અંકની ‘રંગશ્રી’ પૂર્તિની ‘ગઝલ’ કોલમમાં પ્રકાશિત]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. Sandipsinh Gohil

    Khub Saras Mitra
    Sankar ne pamvano Saral rasto chindwa mate.