ચાલ્યા કરે

You are currently viewing ચાલ્યા કરે

આમ તો ખાસ તકલીફ તું પડવા નથી દેતો,
હળવું હળવું તપાવે પણ બળવા નથી દેતો.

હાથવગાં મૂકી આપે સમાધાનો કાયમ,
પથરા રસ્તે આવ્યાં કરે નડવા નથી દેતો.

પહેલાં નહીં વહેલાં પણ સૂચના દઈ દે છે તું,
સામી મળે બલાઓ, માથે ચઢવા નથી દેતો.

દૂર ઉભો ઉભો બસ જોયા કરે ઘટનાક્રમ,
કાવાદાવા કરે જો કોઈ ફળવા નથી દેતો.

પરિશ્રમ નું ફળ ન દે તું તુરંત, વાંધો નથી,
પ્રારબ્ધને ખેલ કરીને છળવા નથી દેતો.

ક્રોધ કરું કે સમસ્યાઓ આપે છે કે માનું –
આભાર, કે મને એકલો કદી લડવા નથી દેતો.

ખૂટી જાય છે શબ્દો “કાચબા” અહોભાવે મારાં,
ફરિયાદ કરવા કોઈ કારણ જડવા નથી દેતો.

– ૦૫/૦૫/૨૦૨૨

[ એવું કોણ છે જેનાં જીવનમાં કોઈ તકલીફ જ નથી. થોડી ઘણી ચકમક તો બધાને જ રહેવાની. પણ જ્યાં સુધી તું મારી પડખે ઊભો છે ત્યાં સુધી કોઈ તકલીફ મોટી કે અસહ્ય નથી…. બાકી નાનું નાનું તો “ચાલ્યા કરે“… ]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 5 Comments

  1. Tarulata pandya ' ratna '

    Superb

  2. Ishwar panchal

    ખુબ સરસ,અદભુત.

  3. દક્ષા શાહ અમદાવાદ ..

    ખૂબ સાચી વાત કરી બેટા.
    મને તો ઈશ્ર્વર નો અનુભવ થયેલ છે.
    બાકી થોડું થોડું તો ચાલ્યા કરે.

  4. નિશા નાયક "પગલી"

    ખૂબ જ સરસ 👌👌👌👌👌💐💐💐💐

  5. Gayatri patel

    સરસ