ધીરજ નો બાંધ હવે તૂટી રહ્યો છે,
ઠેક-ઠેકાણેથી ફુવારો, એમાંથી ફૂટી રહ્યો છે.
ચઢવાની છે તૈયારી, પાણી, ઉપર માથાથી,
સંયમની સેરોથી, ખાબોચિયાં પુરી રહ્યો છે.
પાળો બાંધ્યો છે મજબૂત, એના પર મજબૂરી નો,
હથોડો સ્વાભિમાનનો, રોજ એને કૂટી રહ્યો છે.
રોકીને બેઠો છે, પ્રચંડ, સંચિત-શક્તિને પાણીની,
એની ઉદ્ધાતાઈના ભારને, ધીમેથી મૂકી રહ્યો છે.
કટાઈ રહી છે ખુદ્દારી, ખારાશ અને તુમાખીથી,
ઈંટ સિમેન્ટ ને સળિયાનો, સાથ છૂટી રહ્યો છે.
રોકીને રાખ્યું છે એણે, ઘોડાપુર અહંકારનું,
અજ્ઞાનનો પ્રવાહ ધસમસતો, સામે વછૂટી રહ્યો છે.
એક સીમા છે એની ક્ષમતાની, પ્રતિકાર ની,
‘ઇજનેર’ની ચેતવણીને “કાચબા”, ધરાર ભૂલી રહ્યો છે.
– ૧૩/૦૧/૨૦૨૧