છપ્પો

You are currently viewing છપ્પો

સંતાઈ જજે, પાંપણના
પલકારા ક્ષણિક છે.

લપાઈ રહેજે, વીજળીના
ચમકારા ક્ષણિક છે.

હામ રાખજે, ભયાનક એ
ભણકારા ક્ષણિક છે.

ધ્યાન રાખજે, એકાંત ના
હાશકારા ક્ષણિક છે.

ઝડપી લેજે, અંતરના
આવકારા ક્ષણિક છે.

ધિરજ રાખજે, વિજયના
જયકારા ક્ષણિક છે.

સાંભળી લેજે, “કાચબા”ના
ધબકારા ક્ષણિક છે.

યાદ રાખજે, વિરહના
સિસકારા ક્ષણિક છે.

– ૨૪/૧૧/૨૦૨૦

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
0 0 votes
રેટિંગ
guest
0 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments