રેખાઓમાં ઓછું પડ્યું, તે છૂંદણાંમાં ત્રોફાવ્યું છે,
આંખો વચ્ચે, સ્હેજ ઉપર, ટપકું એક મુકાવ્યું છે,
રંગબેરંગી સપનાઓનું ચૂરણ એક કસુંબી રંગનું,
ટપકાં ઉપર સેંથા વચ્ચે તારે હાથે ભરાવ્યું છે.
ભરાય ગયલી જગ્યા દિલમાં, એકજ તારા નામથી,
નામ તારું, તોય હોઠ પર, તારે હોઠે લખાવ્યું છે.
દીધું લૂંટાવી સર્વસ્વ, ને જાહેર કીધી નાદારી,
આલિંગન નું દેવું, સામું, ચુંબન દઈન્ ચુકાવ્યું છે.
ચિત્રાવ્યું’તું રેખાઓ પર, લાલ અક્ષરે ટાંચીને,
વચન મેં “કાચબા” ભરીને હૈયે, રગરગમાં ફેરાવ્યુ છે.
– ૦૧/૦૮/૨૦૨૧
Beautifully written Amit..
ખુબ ખુબ સરસ.. 👌👌👌
ખૂબ સુંદર
વાહ…ખૂબ ખૂબ સરસ અભિવ્યક્તિ…
ખૂબ સુંદર ગઝલ ..
એકએક શબ્દ ખૂબ સરસ અનુભૂતિ કરાવે છે..
સરસ રચના સર👌👌👌👌👌👌
Wah wonderrful👌👌
Wah wonderful👌👌👌
Amazing…👏👏👏
ખૂબ સરસ રચના.
ખુબ ખુબ સુંદર ગઝલ , લાજવાબ
👌👌👌👌👌
Awesome lines
👌👌👌👌
ખૂબ ખૂબ સુંદર ગઝલ…મસ્ત અભિવ્યક્તિ 👌👌👌👍
વાહ અદભુત રચના પ્રેમની
આપી પણ દીધું અને લઈ પણ લીધું લાગણીઓની સુંદર શબ્દોમાં અભિવ્યક્તિ 👌👌👌👌👌👌👌👌👌✍️✍️✍️✍️✍️✍️✍️👍💐🌷❤️💞