ખુશીનાં પ્રસંગે, નિખાલસ હસે છે,
હજી મારી અંદર્ એક, બાળક વસે છે,
ખટ્મીઠી ગોળી, ને બર્રફના ગોળા,
લેવાને આઈસ્ક્રીમ, હજ્જી એ ધસે છે, હજી…
દોડીને પકડે છે, લીંબડાની ડાળી,
હીંચકાની દોરી બરાબર કસે છે, હજી…
ઘૂસીને અંધારિયા, ઓરડાનાં ખૂણામાં,
ચકમકનાં પત્થરને ઝટપટ ઘસે છે, હજી…
પર્વતની ઉપર, ને દરિયાની નીચે,
શું છે, એ જોવા એ આગળ ખસે છે, હજી …
બકરી ને ડોશીને, પૂનમની રાતે,
ચાંદામાં જોતો એ એકીટશે છે, હજી…
છોડીને ચિંતાઓ દુનિયાની “કાચબા”,
ન઼િરાંતે રાત્ આખી એ ઘસઘસે છે, હજી …
-૧૪/૦૬/૨૦૨૧