એનું નામ લીધું, એટલે પત્યું જ સમજવાનું,
એકવાર કીધું, એટલે પત્યું જ સમજવાનું,
મારાથી જે બન્યું, મેં બધું જ કરી લીધું,
એણે જોઈ લીધું, એટલે પત્યું જ સમજવાનું,
જે હવે કરવાનું, બધું એણે જ કરવાનું,
એણે સાંભળી લીધું, એટલે પત્યું જ સમજવાનું,
જરૂર પણ નથી કંઈપણ, શબ્દોમાં કેહવાની,
એણે સમજી લીધું, એટલે પત્યું જ સમજવાનું,
જોઈ લેશે જાતેજ, ઘસરકા જેટલાં શરીરે,
એણે નોંધી લીધું, એટલે પત્યું જ સમજવાનું,
હા હું સમજું છું, બરાબર તારી સમસ્યાને,
એણે બોલી દીધું, એટલે પત્યું જ સમજવાનું,
ફિકર “કાચબા” મૂકી, કે કામ ક્યારે થાશે,
એણે હાથમાં લીધું, એટલે પત્યું જ સમજવાનું.
– ૧૦/૦૬/૨૦૨૧