આગળ કેમનો આવું, ચોરે, ચોકીદાર બે બેઠા છે,
ચોકડી મારી, મૂછો મરડી, જાગીરદાર થઇ બેઠા છે,
બિલ્લી પગલે ચાલી શકું, ને હરણફાળ હું ભરી શકું,
શ્વાસની સિસકી, પણ, સાંભળે, ખબરદાર થઇ બેઠા છે.
સંઘર્ષ આવશે જાણું છું, ને લડવામાં પણ માનું છું,
તેલ ચોપડી, ધૂળ મસળી, ધૂઆંધાર થઇ બેઠા છે.
સામ-દામ કંઈજ માનશે નહીં, દંડ-ભેદ તો થાશે નહીં.
સિંહાસન ને નતમસ્તક થઇ, વફાદાર થઇ બેઠા છે.
સાદ પડે છે એક નિરંતર, ક્યારે આવે છે તું અંદર,
જાગીર કોની, કબ્જો કોનો, પહેરેદાર થઇ બેઠા છે,
જોઈ શકું બસ તને દૂરથી, મારી યાદો માં તું ઝૂરતી,
નજર પણ મળવા દેતા નથી એ, ઘટાદાર થઇ બેઠા છે,
કહેવાની ની છે કેટલીય વાતો, વીતી ગઈ, અ઼ગણિત રાતો,
તારા વિયોગે અહીં “કાચબા”, નિરાધાર થઇ બેઠા છે.
– ૧૨/૧૨/૨૦૨૦
😀😀😀 અદભુત રચના.. જાગીર કોની, પહેરો કોનો…. જાગીરદાર, પહેરેદાર, વફાદાર….વાહ વાહ વાહ…
વાહ વાહ વાહ, શું જીંદાદીલ અને શરારતી પ્રકારની કવિતા છે, વાહ… ચોકીદાર, જાગીરદાર… શું સુંદર શબ્દો લખ્યાં છે.