ડરતો નથી, પણ એનો આદર કરું છું.
પ્રણામ પણ કરું, તો સાદર કરું છું.
વરસે છે જ્યારે પણ, પ્રેમ’ની વર્ષા,
નીચે બેસીને, ચાદર કરું છું.
ફોડવાનું થાય, જયારે પણ ઠીકરું,
જાતને જ જાતે, આગળ ધરું છું.
લખવાના હશે એમને અંતર ના ઉલાળા,
ખભે મૂકીને, કાગળ ધરું છું.
લઇ જવા છે સંબંધ આકાશ ને પાર,
ચઢવાને હાથેથી, દાદર કરું છું.
ભૂખ તો નક્કી જ લાગશે મારગમાં,
લીમડાને વાટીને, સાકર કરું છું.
ખારાશ તો “કાચબા” નદીમાં પણ રે’વાની,
ટીપે ટીપે કરીને, સાગર ભરું છું.
– ૧૦/૧૨/૨૦૨૦