દેવસ્વ

You are currently viewing દેવસ્વ

તું જ તો છે, સર્વસ્વ છે,
બધે જ તો, તારું, વર્ચસ્વ છે,

અબોધ ભલેને, ગમે તે વિચારે,
અહીંયા તો તારું જ, એકસ્વ છે.

તારાથી છાનું, તો શું હોય મારુ?
તારી સામે,આત્મા પણ, નિર્વસ્ત્ર છે.

તારાથી નહિ, તારી બેદરકારીથી,
પ્રાર્થનાઓ, અનહદ, મારી ત્રસ્ત છે.

રસ્તેથી વીણજે હવે ફરિયાદો બધીજ,
ઝોળી થઇ મારી ક્ષતિગ્રસ્ત છે.

બાંધીને આવું છું બે હાથ પાછળ,
તારી સામે,શસ્ત્રો તો, નિરસ્ત છે.

ઝૂકી જાય નજર “કાચબા”, સન્માનમાં તારા,
આંજી દે એવું તારું ઓજસ્વ છે.

– ૦૬/૦૧/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply