ધર્મની વ્યાખ્યા

You are currently viewing ધર્મની વ્યાખ્યા

ધર્મની તારી વ્યાખ્યા મોહન, અમને ના સમજાણી..

રામનાં શરણે આવેલાને,
નામનાં ના મળી,
ગાદી મળી ગઈ લંકાની, પણ
ચાહના ના મળી,

જયંતિ કોઈ દી વિભિષણની, ક્યાંયે ના ઉજવાણી,
ધર્મની તારી વ્યાખ્યા મોહન, અમને ના સમજાણી.

મોહિત થયેલી કુમારિકા ને,
ચાહના ના મળી,
વેદના મળી ગઈ જીવનની,
સંવેદના ના મળી,

લક્ષ્મણજી ના હાથે નથણી, અબળાની છેદાણી,
ધર્મની તારી વ્યાખ્યા મોહન, અમને ના સમજાણી.

ભાન ભૂલેલા ધર્મને કોઈ,
દીક્ષા ના મળી,
ભૈ-ભાર્યાને રમી જવાની,
શિક્ષા ના મળી,

ઘર્મરાજને માટે સીડી, સ્વર્ગ તણી મોકલાણી,
ધર્મની તારી વ્યાખ્યા “કાચબા”, અમને ના સમજાણી.

– ૦૬/૦૬/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply