ધરપકડ

You are currently viewing ધરપકડ

બાહુપાશમાં એમના, જકડી લીધો મને,
અપરાધ કરતા પેહલા જ, પકડી લીધો મને.

તૈયારી ચાલતી હતી, ચુપચાપ મનમાં ઉતરવાની,
આવ્યા અંધારી ગલીએ, છીંડે પકડી લીધો મને.

બાકોરું પાડ્યું હતું, એના દિલની દીવાલમાં,
આવ્યા અંદર, રંગે-હાથ, જોને પકડી લીધો મને.

ન’તા હથિયારો કોઈપણ, ખાલી ઝોલામાં મારા,
જાણીને નિઃસહાય, નિર્બળ, રાતે, પકડી લીધો મને.

કરી આજીજી કેટલી, રડ્યો ચોધારે આંસુએ,
નિષ્ઠુરે છોડ્યો નહિ, મજબૂત પકડી લીધો મને.

નાખ્યો નજરો ની કેદમાં, માર્યા હોઠોના તાળા,
ફાંસીને મોહજાળમાં, છળથી પકડી લીધો મને.

સુનવણી “કાચબા” થઇ, કચેરી એમણે ભરી,
દઈને જામીન એમણેજ, પાછો પકડી લીધો મને.

– ૧૨/૦૧/૨૦૨૧

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
0 0 votes
રેટિંગ
guest
0 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments