લાગણી વહેંચવા બેઠા છો, તો
મારો થોડોક ભાગ રાખજો.
પુરે પુરો વેતરી ના નાખતાં,
ખૂણે પકડવાનો લાગ રાખજો.
કેટલાં સાંધ્યા, કેટલાં તૂટ્યાં,
સંબંધોનો તાગ રાખજો.
તક મળે તો ફૂલો ખીલવવા,
મુઠ્ઠી ભરીને પરાગ રાખજો.
જંગલમા ચકલા માળા ક્યાં બાંધશે,
ધરમાં જ નાનો બાગ રાખજો.
હાથમાં લેજો હાથ મારો,
સાથે પ્રણય ફાગ રાખજો.
રીસામણા ના ઢગલા બાળવા,
મનમાં સળગતી આગ રાખજો.
તમને આનંદ મળતો હોય તો,
“કાચબા”નું નામ કાગ રાખજો.
લાગણી વહેંચવા બેઠા છો, તો
મારો થોડોક ભાગ રાખજો.
પુરે પુરો વેતરી ના નાખતાં,
ખૂણે પકડવાનો લાગ રાખજો.
– ૦૯/૧૧/૨૦૨૦