તું મળી મને, કિંમતી અને પવિત્ર
વોટ ની જેમ,
મેં સ્વીકારી તને, ૨૦૦૦ની
નોટ ની જેમ.
તે સાચવી લીધો મને, લાંગરેલી
બોટ ની જેમ,
મેં સાચવી લીધી તને લગનના
કોટ ની જેમ.
સંસાર ચાલી નીકળ્યો, “કાચબા”ની
દોટ ની જેમ,
આપણે એક થયા, ભજીયા ને ચણાના
લોટ ની જેમ.
કાયમી નથી કંઈપણ, શેર બજાર ની
ખોટ ની જેમ,
સંસાર છે, ચાલ્યા કરે, ભરતી
ઓટ ની જેમ.
તું મળી મને, ….મેં સ્વીકારી તને, ….
– ૩૦/ ૧૦ / ૨૦૨૦